ખટમિઠ્ઠી વરાયટી-ટોમેટો ચટણી

tomato chutney
સામગ્રી:૫ ટમેટા (ઝીણા સમારવાં), ૧ મોટું આદું, (ઝીણું સમારવું), ૨ આખા લાલ મરચાં, ૨ કળી વાટેલું લસણ, ૨ લીલા મરચાં (ઝીણાં સમારવાં) અડધો કપ ખાંડ, ૪-૫ સૂકાં જરદાલું (નાના ટુકડા કરવા), પા ચમચી ધાણા જીરું, પા ચમચી વરિયાળી, પ્રમાણસર તેલ.

સ્વાદ પ્રમાણે મીઠું

પેનમાં તેલ ગરમ કરો અને એમાં બધો મસાલો તથા મરચાં નાખો. એને હલાવીને આંદુ-લસણ નાખો. દસ સેકન્ડ હલાવીને ટમેટાં, મીઠું અને ખાંડ નાખો. મધ્યમ તાપે ગરમ કરીને મિશ્રણને ઘટ્ટ બનાવો. એમાં જરદાલુના ટુકડા અને લીલા મરચાં નાખીને ૧૦-૧૫ મિનિટ ગરમ કરો. ત્યારબાદ એને ઠરવા દો.

Comments are closed.