ઢોસા ચાટ

Dosa-chaat
સામગ્રી : ૪ તૈયાર સાદા ઢોસા, ૧ કપ ફણગાવેલા ચણા, ૧ કપ બાફીને સમારેલા ગાજર, ૨ બારીક સમારેલા લીલા મરચાં, ૧ મોટી સમારેલી ડુંગળી, ૧/૨ કપ સાદી સેવ, ૨ ચમચી લીંબુનો રસ, ૨ ચમચી ચાટ મસાલો, ૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરચું, ૧/૨ કપ ટમેટાંનો પતીકા.

રીત : ફણગાવેલા ચણાને ૧/૨ કપ પાણી અને ૧/૨ ચમચી મીઠું નાખી કૂકરમાં બાફી નાખો. હવે સમારેલાં બટાકાં, ગાજર, મરચું, ડુંગળી અને સેવને ચણા સાથે ભેળવો. તેમાં બધા મસાલા નાખી બરાબર ભેળવો. લોઢી પર એકદમ કરકરા ઢોસા બનાવો.

તેમના પર આ મિશ્રણનો ચોથો ભાગ, ટામેટાંનાં પતીકાં મૂકીને વાળી દો. આ ઢોસા ચાટને ટામેટાં સોસ તથા કોથમીરની ચટણી સાથે પીરસો.

Comments are closed.