તડકાથી ત્વચાને બચાવો

tadka
તડકાથી ત્વચાને બચાવો
– હેમા ભટ્ટ
સખત તડકાથી સૌથી વધારે અસર આપણા શરીર પર પડે છે. સખત તડકો અને ગરમીના કારણે શરીરની સ્વેદ ગ્રંથિઓ બંધ થઈ જાય છે. પરિણામે ત્વચામાં બહુ વધારે ખંજવાળ આવે છે.

ઘણી વખત આમાં મુશ્કેલી એ થાય કે પરુવાળી ફોલ્લીઓ થઈ જાય છે અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન પણ થઈ જાય છે. એટલે જરૃરી છે ખાસ તેની સંભાળ રાખવાની.

બટરફ્લાય એરિયા

ઘણીવાર અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે ચહેરા પર બટરફ્લાય એરિયા પર લાલાશ અને બળતરા ઉત્પન્ન થાય છે, પરસેવો પણ ખૂંચવા લાગે છે. આનાથી બચવા માટે તડકાથી જ દૂર રહેવું એ સૌથી સારો ઉપાય છે.

એસપીએફ સનસ્ક્રીન

જ્યારે પણ તમે તડકામાં નીકળો ત્યારે આખું શરીર ઢંકાય તેવાં વસ્ત્રો પહેરો અને તડકામાં બહાર નીકળો તો હંમેશાં છત્રીનો ઉપયોગ કરો. ડૉક્ટરની સલાહ લઈને જ એસપીએફ સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ.

જાંઘ પર ઈન્ફેક્શન

ઉનાળામાં ગરમી અને પરસેવાના કારણે જાંઘ પર પણ ફંગલ ઈન્ફેક્શન, ખંજવાળ અને લાલાશ આવી જાય છે. ઘણીવાર તો લાલાશની જગ્યા કાળાશમાં ફેરવાઈ જાય છે.

સ્કિન પ્રોબ્લેમ

ત્વચાની હઠીલો તકલીફો તડકામાં અને ઉનાળાની મોસમમાં વધી જાય છે. ઉનાળો અને સખત તડકો હોવાના કારણે પણ બીમારી વધી જાય છે.

ઉદાહરણ તરીકે ઉનાળામાં ક્રોનિક એક્ઝીમા વધી જાય છે, ખૂજલી વધારે થાય છે. પરિણામે ત્યાંની ત્વચા પર સોજો આવી જાય છે અને રંગ પણ બદલાઈ જાય છે.

ફોલ્લીઓ

ઉનાળાની મોસમમાં ફોલ્લી અને એકને રોજેશીઝ બંને વધી જાય છે. એમાં જાતે તેની સારવાર કરવી નુકસાનકારક થઈ જાય છે. સિસ્ટેમેટિક ઈરેપ્શનમાં સાંધામોં દુખાવો થાય છે, તાવ આવીને મોં પર લાલ ચકામા થઈ જાય છે. આ રોગ ઓટોઈમ્યૂન ડિસઓર્ડર છે, એ તડકાના લીધે વધી જાય છે.

આવી રીતે ધ્યાન રાખો

* ચઢતા તડકામાં બહાર નીકળવાથી દૂર રહો.

* અળાઈઓ પર પાઉડર લગાડવાથી ઠંડક થાય છે, પરંતુ તેને કાયમી ઉપચાર ન સમજો. અળાઈઓ ઓછી ન થતી હોય તો તરત જ ડૉક્ટરને દેખાડો.

* આછા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરો.

* પ્રયત્નો એવા કરવા કે તડકામાં બહાર નીકળો તે વખતે શરીર ઢંકાય તેવાં જ વસ્ત્રો પહેરો. જેમ કે ખમીસ અથવા કુરતી વગેરે.

* ત્વચાને કરડે તેવા સિન્થેટિક અને ટાઈટ થતાં વસ્ત્રો પહેરવાથી દૂર રહો, કારણ કે ટાઈટ હોવાના કારણે તેમાંથી બગલ અને જાંઘ ઘસાવાથી ત્વચામાં લાલાશ અને સોજો પણ આવી શકે છે. એની બળતરા અને પીડા નુકસાનકારક છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/prevent-skin-overshadow

Comments are closed.