નવલી નવરાત્રિમાં સેલ્ફી સ્ટેપની બોલબાલા

selfi pose
નવરાત્રિમાં સૌથી વધુ યુનિક દેખાવા માટે ટ્રેડિશનલ ડ્રેસની સાથે આ વખતે સેલ્ફી સ્ટેપ પણ ધૂમ મચાવી રહ્યા છે

દર વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ સૌથી વધુ યુનિક દેખાવા માટે ટ્રેડિશનલ ડ્રેસની પાછળ હજારો રૃપિયા ખર્ચી નાખતા હોય છે.ત્યાર બાદ મહિનાઓ અગાઉ વિવિધ પ્રકારના સ્ટેપ શીખીને ગુ્પ ગરબામાં સ્ટેપની રમઝટ બોલાવતા હોય છે.

આ વખતે સેલ્ફીથીમ પર સૌ પ્રથમવાર ગરબા રમાવા જઈ રહ્યા છે.જેનું ખેલૈયામાં ખાસ આકર્ષણ જોવા મળી રહ્યુ છે.

ટ્રેડિશનલ ડ્રેસની સાથે વિવિધ પ્રકારના સ્ટેપમાં પ્રોપ યુઝ કરવામાં આવતા હોય છે જેમાં આ વખતે સેલ્ફીથીમ અમુક ગુ્પ દ્વારા રાખવામાં આવી છે.જેમાં મોબાઈલમાં સેલ્ફી લેતા લેતા ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાલવશે.સેલ્ફી સ્ટ્રીક અને મોબાઈલની સાથે ખેલૈયાઓ ગરબે ઘુમતા ઘુમતા લાઈવ ફોટોગ્રાફી પણ કરશે.

આ અંગે કોરિયોગ્રાફર મિત માલી કહે છે કે સ્ટેપમાં વિવિધતા લાવીને ખેલૈયાઓ હજારો લોકોની વચ્ચે અનોખા અને રંગીન તરી આવતા હોય છે.માત્ર ટ્રેડિશનલ કપડાઓ પહેરવાથી તમે ખેલૈયાઓ ના કહી શકાય પણ એના માટે તમારે નવા નવા સ્ટેપ વિવિધ એલિમેન્ટ સાથે કરવા ખૂબ જરૃરી છે.

આથી આ વખતે અને સેલ્ફી સ્ટ્રીક સાથે ‘સેલ્ફી’થીમ પર ગરબાના સ્ટેપ લઈશુ.

Comments are closed.