૧૦૮ ઇગરજન્સી

પત્નીએ એમ્બ્યુલન્સ માટે ૧૦૮ નંબરમાં ફોન લગાડયો ઃ સાંભળો, અહી એક ઇમરજન્સી છે. તમારે આવવું પડશે.
‘શું થયું બહેન ?’
”એમાં એવું થયું કે ચાલતા ચાલતા ટેબલના પાયામાં મારી પગની આંગળી અથડાઇ ગઇ…”
૧૦૮ વાળો હસવા લાગ્યો ”હીહીહી.. બેન, એટલા માટે એમ્બ્યુલન્સ બોલાવાતી હશે ?”
”ના, એમ્બ્યુલન્સ તો મારા પતિ માટે છે. એ પણ તમારી જેમ હીહીહી કરીને હસ્યા ને, એટલે !”

Comments are closed.