Surendranagar ni sachi vat Jarur vachavu સુરેન્દ્રનગર

Surendranagar ni sachi vat
Jarur vachavu
સુરેન્દ્રનગર
=====

સુરેન્દ્રનગર સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.

અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે આ ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ!
જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતના લોકોએ સુરેન્દ્રનગરને પચરંગી બનાવ્યું છે.

એટલે જ તો સુરેન્દ્રનગરનું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો સુરેન્દ્રનર નું ‘કલ્ચર’ છે. સુરેન્દ્રનગર કાઠિયાવાડીઓનું ‘એન્ટરન્સ’ અને ‘અમેરિકા’ છે.

અહીં સંતોનું પણ બધાં માને છે.

સુરેન્દ્રનગરમાં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે તો છકડા રિક્ષાવાળો પણ ઉદાસ નથી.

અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લ્યે છે. સુરેન્દ્રનગરને મેલડીમાં ના આશીર્વાદ છે એટલે જ તો આ શહેર રાતે નથી વધતું એટલું દિવસે વધે છે.

સુરેન્દ્રનગરમાં અગિયારસો રૃપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે છે તો ફૂટપાથ પર પાણીપૂરી વેચનારો પણ ફ્રી નથી.

અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે.

એક વાર નર્કમાં કેટલાક લોકો આરામથી વડલા હેઠે પાણાનું ઓશિકું કરીને ઘસઘસાટ સૂતા હતા. ચિત્રગુપ્તે યમરાજાને પૂછયું કે, “આ કોણ છે!” યમરાજ કહે, “સર, આ સુરેન્દ્રનગરના લોકો છે, સાલ્લા ગમે ત્યાં સેટ થઈ જ જાય છે!”

સુરેન્દ્રનગરમાં જે હાલે એ આખા ગુજરાતમાં ચાલે.

સુરેન્દ્રનગરવાસીઓ માટે લખેલી એક હળવીફૂલ કવિતા માણો.
એક હાથમાં ફૂલડાં રાખે, બીજા હાથમાં ધોકો,
સાવ અનોખા યાર અમારાં, ઝાલાવાડના લોકો.

આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા રોજ,
લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો,
સાવ અનોખા યાર અમારા ઝાલાવાડના લોકો..!

ગજબનું શહેર છે યાર આ સુરેન્દ્રનગર..

રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી ગુજરાતણ સ્ત્રી જોવા મળે તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાં છાનીમૂની ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે.

રેલવે સ્ટેશન પર એક અજાણી છોકરીએ બારી બહાર ડોકું કાઢી એક છોકરાને પૂછયું કે, “કયું શહેર છે” છોકરો કહે, “ફ્રેન્ડશિપ કર તો કહું!” છોકરી હસીને બોલી કે સમજાઈ ગ્યું સુરેન્દ્રનગર આવી ગ્યું!

સુરેન્દ્રનગરનું ગલૂડિયું પણ થોડું ઇગોવાળું છે. બપોરે એકથી ત્રણ આ શહેરમાં કૂતરાં પણ સૂઈ જાય છે. સોની બજારની એક દુકાન બહાર તો રીતસર બોર્ડ મારેલું છે કે, ‘તમે રજનીકાંત હો તોય બપોરે ૧ થી ૩  દુકાન નહીં જ ખૂલે’.. આ સુરેન્દ્રનગરનો કરંટ છે.

જમીનના જ્યાં ભાવ છે ભેરૃ માણસ કરતાં મોંઘા,
શીંગ રેવડી જેટલા થઈ ગયા શેરદલાલો સોંઘા;
ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો,
સાવ અનોખા યાર અમારા ઝાલાવાડના લોકો..

સુરેન્દ્રનગરનું પાણી થોડું વટવાળું છે. કો’ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની ગામ નોંધ ન લ્યે; અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય.

અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંયાં મોંઘાંદાટ લગ્નો થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના સામિયાણાના પણ લોકો ચૂકવે છે. સુરેન્દ્રનગરના લોકોને મૌત પણ શાનદાર જ ખપે છે.

મોંઘેરી ગાડી નખરાળી લાડી લઈને ભમવું,
ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું;
ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનીયા’વને ટોકો,
સાવ અનોખા યાર અમારા ઝાલાવાડના લોકો..

અહીં ઉપાસના સર્કલ છે પણ હજી સુધી મેં ત્યાં ઉપાસના થાતી જોઈ નથી,
વાદીપરામાં ક્યાંય વાદ થતો નથી,
મોરબીના પુલ પાસે મેં કોઈ’દી મોરબી ભાળ્યું જ નથી,
ટાંકી ચોકમાં ટાંકી જ નથી,
ભારતપરામાં ભારત નથી ,
મિલનાં બંગલામાં મિલ નથી.

લક્ષ્મીપરામાં કોઈ લક્ષ્મીબેન નથી,
સગાભાઈની દુકાનમાં કોઈ સગું નથી,
જીગરી દોસ્તની દુકાનમાં કોઈ જીગરી દોસ્ત નથી ,
આપણી દુકાનમાં કોઈ આપણું નથી,
કુમ્ભારપરામાં કોઈ કુમ્ભારીકામ કરતુ નથી,
તો પોપટપરામાં કોઈ પોપટભાઈ રહેતું જ નથી..
અજરામર એપાર્ટમેન્ટ માં કોઈ અમર નથી,
રતનપરમાં કોઈ રતન નથી,
વચલી ફાટકે કોઈ ફાટક નથી,
બેઠા પુલ પર કોઈ બેઠું નથી હોતું,

આવું છે મારું સુંદર સુરેન્દ્રનગર

સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સધ્ધર,
સ્વાભિમાનથી જેના લોકો હાલે વેંત એક અધ્ધર…

સુરેન્દ્રનગર તો મસ્ત પવનનો ઝોંકો,
સાવ અનોખા યાર અમારા ઝાલાવાડના લોકો…
👌👌👌👌👌👌👌👌👌

Comments are closed.